________________
૧૯૮] જરામાં દિસે પડને ધન્ય. (૧૮) [શ્રાવિ. દ૯૫ લમણુ આર્યાનું દષ્ટાંત.આ વીશીથી અતીત કાળની એંશીમી વીશીમાં એક બહુપુત્રવાન રાજાને સેંકડે માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવર મંડમાં પરણી, પણ દુર્દવથી ચોરીની અંદર જ પતિના મરણથી. વિધવા થઈ. પછી તે સમ્યફપ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈનધર્મને વિષે ઘણી જ તત્પર રહી.
એક વખતે તે વીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણે એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા-ચકલીને વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “અરિહંત મહારાજે ચારિત્રિઓને વિષયસંગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પિતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણ સાઠવી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે હું આલેયણા શી રીતે કરીશ ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. પરંતુ શલ્ય રાખવાથી કેઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલેયણા કરવા પિતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતે એક કાંટો પગમાં ભાંગે તે અપશુકન થયાં એમ સમજી લક્ષ્મણે મનમાં બીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને (હાને) પછી આલેયણા લીધી, પણ શરમને અંગે અને મોટાઈને ભંગ થશે એવી બીકથી લક્ષ્મણએ પિતાનું નામ જાહેર કર્યું નહિ.
તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી