________________
[૫૯૭
૩
સ્વ. કૃ] તે ભવચિતિ પરિષાક થયા વિણા, અથવા આલોયણા લઈ ઘણા લોકેાને સભળાવે. ૯ અવ્યકત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરૂ પાસે આલોવવું. ૧૦ લોકમાં નિદા વગેરે થશે એવા ભયથી પેાતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવુ. આલાયા લેવાના ફાયદા-૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકુ લાગે છે, તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે. ૨ આનંદ થાય છે. ૩ પેાતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે, એટલે પાતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઈ ને ખીજાએ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચારરૂપ મળ ધોવાઇ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કયું એમ થાય છે. કેમકે, દેષતુ' સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિકાળથી દોષ સેવનને અભ્યાસ પડી ગયા છે, પણ દોષ કર્યાં પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મેાક્ષ સુધી પહેાંચે એવા પ્રબળ આત્મવીના વિશેષ ઉલ્લાસથી જ એ કામ અને છે, નિશીથચૂણી માં પણ કહ્યું છે કે જીવ જે દોષનુ સેવનકરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આલોવે તેજ દુષ્કર છે; માટે જ સમ્યક્ આલોયણાની ગણતરી પણ અભ્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણુ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણાસાવી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે