________________
વ, ફી અધ્યાત્મ મુખ યોગ અભ્યાસે, [૫૯૩ આલએલા દેષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારને વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા, તે એ કે (૧) પહેલે આગમવ્યવહાર તે કેવળી, મનઃ પર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વ, દશપૂર્વ અને નવપૂવને જાણ. (૨) બીજો મુતવ્યવહાર તે આઠથી અર્ધ પૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીથાદિક સૂત્રના જાણુ વગેરે સવે શ્રતજ્ઞાનીઓને જાણવો. (૩) ત્રીજે અજ્ઞાવ્યવહાર તે ગીતાથ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તેમજ તેનું કઈ જાણી ન શકે તેવી રીતે જે મહેમાંહે આલેયણું પ્રાયશ્ચિત આપે છે તે પ્રમાણે જાણ. (૪) ચોથો ધારણુવ્યવહાર તે પોતાના ગુરુએ જે દેશનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવુ તે રૂપ જાણ. (૫) પાંચમે જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવે. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે.
૪ આયણ લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આલેયણા લેનાર શરમ છોડીને સારી રીતે આવે. ૫ આલેયણ લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ આયણે આપી હોય તે બીજાને ન કહેનારા. ૭ જે જેટલું પ્રાયશ્ચિત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮ સમ્યફ આયણ અને પ્રાયશ્ચિત ન કરનારને આ ભવમાં શા. ૩૮