________________
૫. કૃ] બાલાદિક અનુકુલ કિરિયાથી, સત્કાર કહેવાય છે એ સત્કાર કરવામાં ગુણ છે, તે એવો કે પ્રવેશ વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે
જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, “જેમાં એવા મહેટા તપસ્વીઓ થાય, તે જિનશાસન મહાપ્રતાપી છે,” તેમજ ખોટા તીથિકની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહાસત્ત્વવંત પુરુષ નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુને સત્કાર કરવો એ આચાર છે.
વળી તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે કે પ્રવચનને અતિશય જોઈને ઘણા ભવ્ય સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાગ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી. એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કરતુરી વગેરે સુગંધી વસ્તુને લેપ કર, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબૂલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભ ફળ મળે છે.
કહ્યું છે કે-અપૂર્વજ્ઞાનગ્રહણ, શ્રતની ભક્તિ અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણ વડે જીવને તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “g? એક અક્ષર વધારે છે, તે યુકતજ છે. કેમકે ભાવના તે તેના કરનારનેજ મેક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.