________________
પ) શું સાધે ગુણ પાખે. ધન્ય. (૧૨) [શ્રા. વિ. સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસકિત ન કરવી માટે જ છે.
સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણની તે તીર્થકરેએ પણ ઘણું પ્રશંસા કરી છે. તેમની ધર્મને વિષે રહેલી દઢતા ઈદ્રોએ પણ સ્વર્ગોને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્રીઓ પણ એમને સમ્યક્ત્વથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઉચિત જ છે, આને વિસ્તાર નથી કરતા. ૬૨ દંડવીથ રાજાનું દષ્ટાંત-સાધનિક વાત્સલ્ય કરીને રાજાએ પિતાનું અતિથિસંવિનાશ વ્રત સાચવે છે. કેમકે, મુનિઓને રાજપિંડ કલ્પત નથી, આ વિષય ઉપર ભારતના વશમાં થએલા ત્રણખંડના સ્વામિ દંડવીર્ય રાજાનું દષ્ટાંત છે.
દંડવીર્ય રાજા હમેશાં સાધનિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતા હતે એક વખતે ઈન્ડે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નની સૂચક સુવર્ણની જનઈ અને બાર વતેના સૂચક બાર તિલકને ધારણ કરનાર તથા ભરતે રચેલા ચાર વેદને મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરીને આવેલા કોડે શ્રાવક જણવ્યા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમે. પછી ઈ એ રીતે લાગ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા, તેથી રાજાને