________________
વ. ક. નવિ માયા ધમે નવિ કહેવું, પિ૭૫ આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક-ભક્તિ તે તરૂણ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઈંદ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીયે પણ તે પ્રમાણે કર્યું. ૬. ૯૩ સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતે શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજાભવમાં ધાતકીખંડની અંદર આવેલા અરવતક્ષેત્રની ક્ષેમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે મોટા દુષ્કાળમાં સર્વે સાધમિક ભાઈઓને ભેજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ આયપૂર્ણ થયે આનત દેવલેકમાં દેવતાપણું ભગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે હેટે દુષ્કાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પાડયું.
બૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે શું શબ્દને અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થકરે સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળદેષથી દુષ્કાળ પડશે. ત્યારે સર્વે માણસ દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇંદ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન પુત્રની