________________
વ. કૃ] તે જુઠું બોલીને દુરમતિ, પિ૭૩ અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે–હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે. એમ તું સમ્યફ પ્રકારે જાણ. આ રીતે સવે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું, એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ? સમાધાન :-“સ્ત્રીઓ જ પાપી હોય છે” એ એકાંત પણ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરુષો પણ ક્રર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતળ, પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બેલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણું જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે. તેથી પુરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત તથી, તેમ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુકત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઇદ્રો પણ કરે છે, અને મુનિઓ પણ સ્તુતિ કરે છે.
લૌકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગતને ગુરુ થાય છે, માટે જ પંડિત લેક સ્ત્રીઓની ઘણી હોટાઈ કબૂલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીળના પ્રભાવથી
અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને દેરડી સમાન અને ઝેરને અમૃત