________________
પ૬૮]
શ્રી હરિભદ્ર કહાય;
[શ્રા. વિ.
છે.
)
પંચમ પ્રકાશઃ વર્ષકૃત્ય દેઢ ગાથામાં અગિયાર દ્વાર વડે વર્ષકૃત્ય કહે છે: पइव रिसं संघच्चणसाहम्मिअभत्तिजत्ततिगं ॥१२॥ जिणगिहि ण्हवणं जिधण-बुड्ढी महपूअधम्मजागरिआ। सुअपूआ उज्जवणं, तह तित्थपभावणा सोही ॥१३॥
શ્રાવકે દરવર્ષે જઘન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધમિક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા, અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરને વિષે સ્નાત્રમહત્સવ, ૫ માળા પહેરવી, ઈંદ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધેતિયાં વિગેરે આપવા તથા દ્રવ્યની ઉછામણી પૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્ય કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિને વિશેષ ધર્મ જાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણ, ૧૦ જિનશાસનની પ્રભાવના અને ૧૧ આલેય. એટલાં ધર્મકૃત્યે યથાશક્તિ કરવા જોઈએ. તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણું આદરથી અને બહુમાનથી સાધુ–સાવીના ખપમાં આવે એવી આધાકર્મકૃત્ય આદિ દોષ રહિત વસ્તુ ગુરુ મહારાજને આપવી. તે વસ્તુ એ કે –વસ્ત્ર, કંબળ