________________
દિ. કૃ] મેહ વિણ માર માચે નહીં, [૪૮૯ મંદિરે ઉઘડાવ્યાં, શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિનાં પગલાં સ્થાપન કર્યા–આદિ અનેક તેનાં ધર્મકૃત્યે જાહેર છે. માટે શ્રાવકે વિશેષે કરી ભેજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું. દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી કોઈ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે ગરીબ લોકોને
ડામાં પણ સંતોષ થાય છે. કેમકે –કેળિયામાંથી એક -દાણ નીચે ખરી પડે છે તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણ ઉપર કીડીનું તે આખું કુટુંબ પિતાને નિર્વાહ કરી લે છે. બીજું એ નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યો હોય તે તેથી સુપાત્રને વેગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે. તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર-પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય જાનવરે આદિને ઉચિત ભજન આપીને, પંચપરમેષ્ઠીનું ધ્યાન કરીને તથા પચ્ચકખાણને અને નિયમને બરોબર ઉપગ રાખીને પિતાને સદનું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરુષોએ પહેલાં પિતા, માતા, બાળક, ગર્ભિણી સ્ત્રી, વૃદ્ધ અને રેગી એમને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. ધર્મના જાણ પુરુષે સર્વે જાનવરેની, તથા બંધનમાં રાખેલા લેકેની સારસંભાળ કરીને પછી પોતે ભોજન કરવું, તે વિના ન કરવું