________________
૪૮૮] તુજ મિત્યે તે કેમ હૈયેરે; [શ્રા. વિ. શ્રાવકના વર્ણનને પ્રસંગે “અમgar ” એવું વિશે. પણ દઈ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લેકેને અનુણી કર્યા, તેથી તેમના નામને સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમ કે-શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આવવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુર્મિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ. સંવત ૧૩૧૫ માં વર્ષે દુકાળ પડે, ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડુશાહે એકસે બાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે-દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મા ધાન્યના આપ્યા. અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયે. તેણે અશ્વ, ગજ, હોટા મહેલ આદિ ઘણી ત્રાદ્ધિ ઉપાર્જન કરી. સ વત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરે બંધાવ્યા અને મહાયાત્રાઓ કરી. એક વખતે તેણે જ્યોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાળ પડવાને હવે તેમ જાણ્યું. અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું. તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થશે. ત્યારે વીશ હજાર મણ ધાન્ય તેણે અનાથ કોને આપ્યું. હજાર બંદીવાન છેડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિન