________________
૪૮૪ તેહ મુજ શિવતરૂ કરે [પ્રાવિ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ ભવ્ય જીવને આવી મળે તેમ હંમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્રે શ્રીસારને આવી મળ્યા કેમકે–સંદેશે મકલ પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધવોની, માથે આપદા પડે ત્યારે મિત્રની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથેની સાથે ચાલતા હતા, પણ કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડયા. સુધા–તૃષાથી પીડાયેલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા, અને ભજનની તૈયારી કરવા લાગ્યા, એટલામાં જેને ભવ છેડે બાકી રહ્યા છે એવા કોઈ જિનકલ્પી મુનિરાજ તેમની પાસે ભીક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારુ આવ્યા. રાજકુમાર સ્વભાવે ભદ્રક હેવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને મહાન ભેગફળ કર્મ ઉપાડ મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રને આનંદ થયો. તેમણે મન-વચન-કાયાથી દાનને અનુદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રએ સરખું પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે. “સર્વ આપે. એવે વેગ ફરીવાર અમને ક્યાંથી મળવાને ?” આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પિતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારું કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુચ્છ હતું. તેથી દાનને વખતે બેલ્યો કે, “હે કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારે સારું કાંઈક રાખે.” ખોટી બુદ્ધિથી ક્ષત્રિયપણે ફેગટ દાનમાં અંતરાય કરીને ભેગાંતરાય કર્મ બાંધ્યું.