________________
૪૮૨] સફલ જે છે તુજ સાખરે. સ્વામી (૧૧૫) [શ્રા. વિ. સામંત, મંત્રી વગેરે રાજાના લેકે કુમારની સાથે આવ્યા. તેથી માર્ગમાં જાણે પુરુષો પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારને સત્કાર કર્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રત્નવિશાળાપુરીમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી ત્રાદ્ધિને વિસ્તાર જોઈ ઘણુ શેઠની સાથે સામો આવ્યા. પછી રાજાએ તથા વસુસાર આદિ મોટા શેઠીઆઓએ ઘણી ત્રાદ્ધિની સાથે કુમારને નગરીમાં પ્રવેશ કરાવ્યું. પૂર્વ પુણ્યની પટુતા કેવી અદ્ભુત છે! પરસ્પર આદર-સત્કાર આદિ ઉચિત કૃત્યે થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લેકની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સત્ત્વ સાંભળી રાજા વગેરે સવે લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદનામે ગુરુરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસારકુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસાર કુમારને પૂર્વભવ ગુરુ મહારાજને પૂછયે. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યાઃ “હે રાજા! રાજપુત્ર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠી પુત્ર, બીજે મંત્રીપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ અર્થ અને કામથી જેમ ઉત્સાહ શેભે છે, તેમ એ ત્રણે મિત્રેથી રાજ,