________________
૪૮] ભવ થકી દાસને રાખ, [શ્રા. વિ. અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઈશાન ઇંદ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઇંદ્રક વિમાન છે, તે સૌધર્મ ઈદ્રિનાં છે. તે જ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે, તેમાંના અર્ધા સૌધર્મ ઇંદ્રનાં અને અધ ઈશાન ઇંદ્રનાં છે. સનસ્કુમાર તથા મહેન્દ્ર દેવલેકમાં પણ એજ વ્યવસ્થા છે. તે સ્થળે ઈદ્રક વિમાન તે ગેળા આકારનાં જ હોય છે. મંત્રીઓના વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બંને ઈદ્રો ચિત્તમાં સ્થિરતા રાખી, પરસ્પર વેર મૂકી મહેમાહે પ્રીતિ કરવા લાગ્યા.
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિણમેષી દેવતાને. સહજ કૌતુકથી પૂછ્યું કે, “સંપૂર્ણ જગતમાં લેભના સપાટામાં ન આવે એ કઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ
ભાવશ થાય છે. તે પછી બીજાની વાત શી? જેણે ઈંદ્રાદિકને પણ સહજમાં ઘરનાં દાસ જેવા વશ કરી લીધા, તે લેભનું ત્રણે જગતમાં ખરેખર અદ્ભુત એકચક સામ્રાજ્ય છે. પછી હરિનગમેષી દેવતાએ કહ્યું. “હે ચંદ્રશેખર તું ! કહે. છે તે વાત ખરી છે, તે પણ એવી કઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રી વસુસારને પુત્ર રત્નસાર નામે પૃથ્વી ઉપર છે, તે કઈ પણ રીતે લેભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે. તે રત્નસાર કુમારે ગુરુ પાસે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પિતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા