________________
દિ, કૃ] ભાવ જાણે સકલ જંતુના, [૪૭૮ તકરાર ચાલે છે તેમ નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રએ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડે. સૌધર્મેન્દ્રનાં વિમાન બત્રીસ લાખ અને ઈશાનેદ્રનાં અઠ્ઠાવીસ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યાં. ખરેખર આ સંસારને ધિક્કાર થાઓ!
વિમાનનીઝદ્ધિના લેશિયા એવા તે બંને જણાના બે રાજાઓની પેઠે બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણા સંગ્રામ અનેક વાર થયા. તિર્યમાં કલહ થાય તે મનુષ્ય શીઘ તેમને શાંત પાડે છે. મનુષ્યમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કેઈ સ્થળે કલહ થાય તે દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તે તેમના ઈદ્ર મટાડે છે, પણ ઈકો જ જે માંહમાંહે કલહ કરે તે તેને વજન અગ્નિ માફક શાંત પાડ અશકય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહાવૈરને મટાડનારૂં હુવણજળ તેમના ઉપર છાંટયું. એ તુરત જ તે બંને જણ શાંત થયા. હુંવણ જળને મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઇંદ્રોએ માહે માંહેનું વર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ “પૂર્વની વ્યવસ્થા આ રીતે છે.” એમ કહ્યું. ઠીક જ છે. બુદ્ધિશાળી પુરુષ અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે –“દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે. તેટલાં સૌધર્મ ઈંદ્રના છે,