________________
ધારીએ ધર્મની રીત રે; દેવતાની સહાયથી સંપૂર્ણ જગતને વિષે હારૂં ઈંદ્રની માફક એક છત્ર રાજ્ય થાઓ, લક્ષ્મીથી ઈંદ્રની બરાબરી કરનાર તું આ લેકમાં સામ્રાજ્ય ભેળવવાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહો.” હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, “એ રાક્ષસ મહારા પુણ્યના ઉદયથી મને રાજય આપે છે. પૂર્વે મે તે સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજય ન ગ્રહણ કરવાનો નિયમ કર્યો છે, અને હમણાં મેં એ રાક્ષસની આગળ પિતે કબૂલ કર્યું છે. “જે તું કહીશ, તે હું કરીશ.” આ મહોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડો અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને બીજી તરફ ફાસે, એવી કહેવત પ્રમાણે હાલ હારી સ્થિતિ થઈ છે. પિતાના વ્રતને વળગી રહીશ તે રાક્ષસની માગણી ફોગટ જશે, અને રાક્ષસની માંગણી સ્વીકારીશ તે સ્વીકારેલા વ્રતને ભંગ થશે. હાય! હાય! અરે રત્નસાર ! તું ઘણા સંકટમાં પડયે !! અથવા બીજે ગમે તેવી માગણી કરે તે કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પિતાના વતને ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે. કારણ કે પોતાના વતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું ! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની? જેનાથી કાન તૂટી જાય એવું સનું પહેરવું શા કામનું? વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ લભ વગેરે ગુણે શરીર માફક બાહ્ય જાણવાઅને સ્વીકારેલું વ્રત પોતાના જીવ સરખું જાણવું. તુંબને નાશ.