________________
૪૭૪ ઢાળ-૧૧. કુમતિ એમ સકલ દૂર કરી, શ્રિા, વિ. બીજે તે જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકે, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારે હલકે છે. કેમકે-હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણશ નહીં, તથા કેઈ માગવા આવે તેની આશાને ભંગ કરનાર એવા પુત્રને તે તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લેકના આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણું જે ફેગટ ન જાય તે હું કાંઈક હારી પાસે માગું.” રત્નસારે કહ્યું, “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઊદ્યમથી, અથવા જીવને ભોગ આપવાથી, પણ હારૂં કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું, “હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તે તું આ નગરીને રાજા થા. હે કુમાર ! હારામાં સર્વે સદ્દગુણો ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજય આપું છું. તે તુ પોતાની મરજી પ્રમાણે ભોગવ. હું હારે વશ થયેલો છું, માટે હંમેશાં હારી પાસે ચાકર જેવો થઈને રહીશ, અને દ્રવ્ય-ત્રદ્ધિ દિવ્ય ભેગ, સેનાને પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રતા રાખનારા સવે રાજાઓને મેં જડળમૂથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તે જળથી ઓલવાય છે, પણ ત્યારે પ્રતાપ રૂપ ને અગ્નિ શત્રની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે. હે કુમારરાજ ! હાર તથા બીજા