________________
દિ. કૃ] ભરમે ન ભૂલો કર્મ નિકાચી. (૧૧૩) [૪૭૩ જે કાંઈ મનુષ્યમાત્ર અને અજાણ એવા મેં કરેલ અપમાનથી મને માફી આપ. હે રાક્ષસ રાજ! હારી ભક્તિ જોઈ હું મનમાં ઘણે ખુશી થયે, માટે તું વર માગ. હારું કાંઈ કષ્ટ-સાધ્ય કાર્ય હશે, તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ—એમાં શક નથી.” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલે રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, “અરે ! આ તે વિપરીત વાત થઈ! હું દેવતા છતાં મહારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થ! મ્હારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે! ઘણું આશ્ચર્યની વાત છે. નવાણુનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઇછે! આજ કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પોતાનું વાંછિત મેળવવા ઈચ્છે! આજ સૂર્ય પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે! હું શ્રેષ્ઠ દેવતા છું. મને આ જે માનવી છે તે શું આપવાને હતા? તથા મહારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય? તે પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરે કહ્યું કે–“જે બીજાનું વાંછિત આપે, એ પુરુષ ત્રલોકમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માણું ?” “મારું” એ વિચાર મનમાં આવતા જ મનમાંના સર્વે સદ્ગુણે અને “મને આપે” એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વ સગુણ જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે, બન્ને પ્રકારના માર્ગણે (બાણ અને યાચક) બીજાને પાંડા કરનારા તે ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલે શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને