________________
૪૭૬] હારીએ નવિ પ્રભુ બલ થકી, [શ્રા વિ,
એ આરાનું શું પ્રજન? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રજન? મૂળ બળી ગયે શાખાનું શું પ્રજન? પુણ્યને ક્ષય થયે આષધનું શું પ્રજન? ચિત્ત શુન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? એમ પોતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થએ દિવ્ય અશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રજન? રત્નસાર કુમારે એ વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન આ રીતે કહ્યું. “હે રાક્ષસરાજ! તે કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મે નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજય હારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તે તીવ્ર દુઃખ દે છે. યમ તે આયુષ્યને અંતે દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હંમેશાં દુઃખદાયી છે, માટે હે પુરુષ! મહારા નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ કરૂં” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. અરે! ફેકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે હારી પાસે બીજી માગણી કરાવે? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજયને ત્યાગ કરે ઉચિત છે, પણ દેએ આપેલા રાજ્યમાં પાપ તે કયાંથી હોય? અરે મૂઢ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે! સુગંધી વૃત પીવા છતાં ખાલી છી છી” એ શબ્દ કરે છે. અરે મૂઢ! તું ઘણા મિજાસથી મહારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતે રહ્યો ! અને મહારી પાસે પોતાના પગનાં તળિયાં પણ મસળાવ્યાં! હે મરણને