________________
૪૭૦] ભાવસ્તવ એહથી પામી જે (શ્રા. વિ. સુતેલા અથવા પ્રમાદી પુરુષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શુન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી. બુદ્ધિશાળી રત્નસાર કુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જેતે જેતે ઈદ્ર જેમ પિતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયે, એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતે કુમાર ચકવર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. તેણે ત્યાં એક ઈદ્રની શય્યા સરખી ઘણી જ મનેહર રત્નજડિત શય્યા દીઠી. ઈદ્ર સરખે સાહસી અને ભય રહિત એ કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શયા ઉપર પિતાના ઘર માફક હર્ષવડે સૂઈ રહ્યો. એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણે કોઈ પાયે, અને મોટો શિકારી જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યું. અને કુમારને સુખે સૂતે જોઈ તેણે મનમાં વિચાર્યું કે, “જે વાત બીજે કોઈ મનમાં ન આણી શકે, તે વાત તેણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારના હોય છે. આ હારા વૈરીને કયા મારથી મારું? જેમ નખથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તેડું કે કેમ? અથવા એને ગદાવડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાખું? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખ્યો, તેમ તેને આળી નાખું? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ