________________
તસ મુનિની પરે પાતક ધ્રુજે.
[૪૯
દ્ધિ. કૃ.] નાર ભગાં કલ્પવૃક્ષની પેઠે, કોઈ ઠેકાણે સુવર્ણના રૂપાના તથા ખીજા પાત્રનાં ઢગલા પડયા હતા, ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા. કાઈ ઠેકાણે સાના નિવાસસ્થળની માફક સાપારી વગેરે પાર વિનાનાં કરિયાણાં પડયાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હાય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંદોઈની દુકાનેાની શ્રેણિ હતી; કોઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફ્ક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાના હતી; કોઈ ઠેકાણે સેના, રૂપા આદિ ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગધી વસ્તુવાળી સુગધીની દુકાને હતી. કાઈ ઠેકાણે હિમવત પત્ની માફક જાતજાતની
ઔષધિને સગ્રહ રાખનારી ગાંધીની દુકાના હતી. અભવ્ય જીવેાની ધર્મક્રિયા જેમ ભાવ વિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાના હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુ-વથી ( અક્ષરથી ) ભરેલાં હાય છે, તેમ કોઈ ઠેકાણે સુવણુ થી ( સેાનાથી ) ભરેલી શરાફોની દુકાનો હતી, મુક્તિપદ જેમ અન`ત મુકૃતાઢય ( પાર વિનાના મૈતીથી શેાલતી ) એવી મેતીની દુકાનો હતી; વના જેમ વિદ્રમ-પૂર્ણ ( સારા વૃક્ષથી વ્યાસ ) હાય છે, તેમ કાઈ ઠેકાણે વિક્રમપૂર્ણ ( પરવાળાથી વ્યાપ્ત ) એવી પરવાળાની દુકાનો હતી; કોઈ ઠેકાણે રાહણુ પવ તની માફક ઉત્તમ રત્નવાળી ઝવેરાતની દુકાના હતી; કઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષ્ઠિત એવા કુત્રિકાપણુ હતા;