________________
દિ. કૃ] દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; [૪૭૧ એને ઊંચે ફેકી દઉં ? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દઉં ? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જાઉ? અથવા અહિં આવીને સૂતેલા પુરુષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તે તેની પરણાગત કરવી એગ્ય છે, કેમકે સપુરુષે આપણે ઘેર આવેલા શત્રુની પણ પરણાગત કરે છે. શુક ગુરુને શત્રુ છે, અને મીન રાશિ એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક જ્યારે મીનરાશીએ આવે ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરુષ જાગૃત થાય ત્યાં સુધી પિતાના ભૂતોનાં ટોળાને બેલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ. રાક્ષસ એમ વિચાર કરીને ગયો, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણાં ભૂતનાં ટોળાંને તેડી લાવ્યો, તે પણ કન્યાને પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરુષ પહેલાંની માફક જ સૂતે હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ! મૂઢ! બેશરમ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તે હારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી અને ભૂતના કિલકિલ ઇવનિથી કુમારની ઊંઘ ઊડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાં જ કહ્યું કે, “અરે રાક્ષસ! જેમ ભજન કરતા માણસના ભેજનમાં અંતરાય કરે, તેમ સુખે સુતેલા હારા જેવા એક પરદેશી માણસની નિદ્રાને તે કેમ ભંગ કર્યો? ૧ ધર્મની નિંદા કરનારે, પંક્તિને ભેદ કરનારે, વગર કારણે