________________
૪૫૪) ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે, શ્રા, વિ ખોળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ !તે હંસી હું જ છું. જે મારી પાછળ આવ્યું, તમે જીત્યે, તે વિદ્યાધર છે.” તિલકમંજરી પિતાની બહેનની એવી હકીક્ત જાણ બહેનના દુખથી દુઃખી થઈ ઘણે જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે, તિલકમંજરીએ કહ્યું “હાય હાય! હે સ્વામિનિ ! ભયની જાણે રાજધાનીજ ન હોય! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી? દેવની વિચિત્ર ગતિને ધિક્કાર હો. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાને તિર્યચના ગર્ભમાં રહેવા સમાન કઈથી સહન ન કરાય એ ઘણે દુઃખદાયક પિંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડીલ બહેન ! આ ભવમાં જ તને તિર્યચપણું પ્રાપ્ત થયું! દેવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ! હેન પૂર્વભવે તે કૌતુકથી કેઈને વિગ પડા હશે અને મેં તેની ઉપેક્ષા કરી હશે, તેથી આ અકથ્ય એવું માઠું ફળ મળ્યું. હાય ! હાય ! દુર્દેવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું ત્યારે તિયચપણું હવે શી રીતે દૂર થશે!” તિલકમંજરી એવો વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શક્તિથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતી જ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષ્મી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એવી કુમાર વગેરેને ઘણે હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રેમ