________________
દિ ક) ને વિભાવ તે ભાવ જ કર્મ, (૧૦૮) [૪૫૩ કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી મનમાં ઉલ્લાસ લાવી પિતાનું ખડ્ડગ પાછું શીઘ મ્યાનમાં રાખ્યું અને નવી સુષ્ટિકર્તા જે થઈ કામ કરી વિદ્યાથી અશકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિજ્યરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતે રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી, તેના મનમાં કંઈક શંકા આવી. તેથી તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભર્ધારને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં' એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કેઈથી મનાવી શકાય નહીં એવી થઈ, એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓને સ્વભાવ એ જ હોય છે. કમળાએ પિતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખૂચેલું શલ્ય જેમ કાઢે તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી મૂકી. શકયભાવે પણ તેને ભાગ્યાગથી અનુકૂળ પડયું, જાણે નરકમાંથી બહાર ન નીકળતી હોય તેમ વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. “પાછળ વિદ્યાધર આવશે” એવી બીકથી ઘણી આકુળ-વ્યાકૂળ થએલી હંસી ધનુષ્યથી છુટેલા બાણની માફક વેગથી ગમન કરતી થાકી ગઈ, અને પિતાના ભાગ્યદયથી વિશ્રાંતિ લેવા અહિં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય તેમ તમને જોઈ તમારા