________________
દિ. કૃ] પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; [૪૫૫ રાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરે જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેનો ઉતાવળથી એકબીજને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એ જ છે. પછી રત્નસાર કુમારે કૌતુકથી કહ્યું. “તિલકમંજરી! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે? જે આપવા એગ્ય હોય તે તુરત જ આપ. ધર્મની માફક ઔચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કેણ કરે? ઔચિત્યાદિ દાન, ત્રણ ઉતારવું, ઠરાવેલે પગાર લેવો, ધર્મ કરે અને રેગ તથા શત્રુને ઉચ્છેદ કરવું હોય તો વિલંબ ન કરે. કોઇને જુસ્સો આવ્યો હોય, નદીના પુરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવે એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું” કુમારનાં વિનોદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજજા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયે, પરસેવે વળે અને મરાજિ વિકસ્વર થઈ, સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા, તથા કામવિકારથી ઘણું પાડાઈ, તે પણ તેણે ધર્ય પકડીને કહ્યું કે, “અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છું એમ માનું છું, માટે હે સ્વામિન ! હું આપને દાનનું એક આ બાનું આપું છું. એમ નક્કી જાણજે.” એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ વણે પિતાનું મૂર્તિમંત મન જ ન હોય! એ મોતિને