________________
કબૂ ધર્મ ઈહાં નવિ કઈ દિસે (શ્રા. લિ. તેમ તે સુભટોએ પિતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પિતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય? સુભટનું વચન સાંભળતાં જ વિદ્યાધરરાજાનાં નેત્ર રેષથી રક્તવર્ણ થયાં, અને વીજળી પેઠે ચમકવા લાગ્યા. તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ બ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ઠ રાજાએ કહ્યું કે“અરે સુભટો ! શૂરવીરતાનો અહંકાર ધારણ કરનારા પણ ખરેખર જતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ! પોપટ, કુમાર અથવા બીજે કઈ દેવતા કે ભવનપતિ તે શું? અરે રાંક સુભટ! તમે હવે મારૂં પરાક્રમ જોતા રહે.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વિશ હાથવાળું રૂપે પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાખનાર ખડૂગ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખે બાણને સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારૂં ધનુષ્ય, એક હાથમાં જાણે પિતાને મૂર્તિ મંત યશ જ ન હોય ! એ ગંભીર સ્વસ્થાળે શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂપ નામને બંધનમાં નાંખનારે નાગ પાશ. એક હાથમાં યમરૂપ હાથીને દંત સર શત્રુને નાશ કરનાર ભાલ અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સર
હેટો મુદુગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળે સિંદિપાળ, અને બીજા હાથમાં