SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ દિ. કૃ] પુણ્યબંધ છે શુભ પરિણામ; [૪૩૯ પણ ન છતાય એ કુમાર આગળ બેઠે છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દોડનારા સર્ષને મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવા તમારે અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તે દૂર રહી ! પણ તમને નાસતાં પણ ભૂમિને છેડે નહીં આવે.” વિદ્યાધરના સુભટો વીર પુરુષ સરખે પિોપટને એ હોકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે “એ કઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમ ન હોય તે એ આ રીતે વિદ્યાધરોને પણ હકારથી શી રીતે બેલાવે ? આગળ રહેલે કુમાર કે ભયંકર છે? કેણું જાણે આજ સુધી વિદ્યાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે, એમ છતાં આજ આ એક પોપટને તુચ્છ હોકારે અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરને પણ ભય ઉત્પન્ન કરે એ જેને પોપટ પણ શૂરવીર છે, તે આગળ રહેલે કુમાર કોણ જાણે કે હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તે પણ અજાણ્યાની સાથે કેણુ યુદ્ધ કરે ! કઈ તરવાને અહંકાર રાખતો હોય તે પણ તે પાર વિનાના સમુદ્રને કેમ કરી શકે ?” બીક પામેલા, આકુળવ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિદ્યાધરના સુભટે પોપટને હોંકારો સાભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા! જેમ બાળકે પિતા પાસે જઈને કહે,
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy