________________
જિન પૂજા ગ્રહિ કૃત્ય;
[૪૩૫
દ્ધિ કૃ] હુસ સરસ્વતીને લઈને જાય છે. તેમ મ્હારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનુ' રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.’’ ચક્રેશ્વરી દેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથીજ પડયા કે શું ? કાણુ જાણે એવા મધુર કેકારવ શબ્દ કરનારે એક સુંદર પિંછાવાળો મયૂરપક્ષી કયાંકથી પ્રગટ થયા. જેની ગતિની કોઇ ખરેાબરી ન કરી શકે એવા તે દ્વિવ્ય મયૂરપક્ષી ઉપર બેસી તિલકમ’જરી દેવીની પેઠે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે અને પાછી જાય છે. જ્યાં તિલકમ જરી આવે છે, તે આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તે જ આ મદિર ! તે જ હું તિલકમ'જરી અને તે જ એ મ્હારા વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર! મ્હારા વૃત્તાંત મેં તમને કહ્યો. હું ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તમને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરા થયા. હું દરરોજ અહિં આવું છુ. મારવાડ દેશમાં જેમ ગગા નદીનું નામ પણ ન મળે, તેમ મે' મ્હારી મ્હેનનું આજ દિન સુધી નામ પણ સાંભળ્યુ નહીં. હે જગતમાં શ્રેષ્ડ ! કુમાર ! રૂપ વગેરેથી મ્હારા સરખી એવી કાઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ પણ સ્થળે ત્હારા જોવામાં આવી ?” તિલકમ જરીએ એવા પ્રશ્ન કર્યાં ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પેઠે મધુર સ્વરથી કહ્યું કે, “બીક પામેલી હરણીની પેઠે ચંચળ નેત્રવાળી ત્રૈલાકયની અંદર રહેલી
સ સ્ત્રીઓમાં શિરેમણી એવી હે તિલકમ'જરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્ન ત્હારા જેવી તેા કયાંથી ? પર`તુ એક અંશથી પણ ત્હારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં