________________
૪૩૪] એમ અનેક સૂત્રે કહ્યું છે,
[શ્રા, વિ. સાંભળ. વૃક્ષેની બહુભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મહટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે તે સમૃધ અટવીમાં કેઈ ઠેકાણે પણ રાજાને હાથ પસી શકતું નથી. તથા સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકાતા નથી. ત્યાંના શિયાળીઆ પણ અંતઃપુરમાં રહેલી રાણીઓની પેઠે સૂર્યને કઈ કાળે જોઈ શકતાં નથી. - ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી ત્રાષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત હોટું મંદિર છે. આકાશમાં જેમ ણ ચંદ્રમાં શોભતે રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શોભે છે વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનું, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાને સાર લઈને પ્રતિમા ઘડી હોય કે શું ? કેણ જાણે! હે તિલકમંજરી તું તે પ્રશસ્ત અને અતિશય જાગતી પ્રતિમાની પૂજા ભકિત કર. તેથી હારી બહેનને પત્તો મળશે અને મેળાપ થશે, તેમજ તારૂં બીજું પણ સર્વ સારું જ થશે. દેવાધિદેવ શ્રીજિનેશ્વર ભગવાનની સેવાથી શું ન થાય? જે તું એમ કહીશ કે “તે દૂર મંદિરે પૂજા કરવા દરરેજ હું શી રીતે જાઉં અને પાછી શી રીતે આવું તે હે સુંદરી ! હું તેને પણ ઉપાય કહું છું તે સાંભળ. કાર્યને ઉપાય ગરબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તે કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે ગમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવો એક હાર ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી