________________
દિ ] છઠે અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેય; [૪૦૫ સરેવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તે પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે, માણસે નિયમ લીધે હોય તે સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હેય તે સારીઅવસ્થામાં હોય છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધે હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દેરડું બાંધવાથી જ જાનવરો પણ ઉભારહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગમાણસનું જીવિત જુઠ, જળનું જીવિત શીતળપણું અને ભક્યનું જીવિત વૃત છે, માટે ડાહ્યા પુરૂષોએ ધર્મકરણને નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણોજ મજબૂત પ્રયત્ન કરે, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની પ્રાપ્તિ થાય છે.”
- રત્નસારકુમારે સદ્ગુરૂની એવીવાણું સાંભળીને સમ્યકૃત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધું.તે આ રીતે “મહારમાલિ. કીમાં એકલાખ રત્ન, દસલાખ સુવર્ણ, મેતી અને પરવાળાના દરેકના મૂડા, નાણાબંધ આઠકોડ નૈયા, દસહજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સામૂડા ધાન્ય, એકલાખભાર બાકીનાં કરીયાણાં, ૬૦૦૦૦ ગાયે, ૫૦૦ ઘર તથા દુકાને, ૪૦૦ વાહન, ૧૦૦૦ ઘોડા અને હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરે. તથા મહારે રાજ્ય અને રાજ્યને વ્યાપાર પણ ને સ્વીકાર. શ્રદ્ધાવંત તે રત્નસારકુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાઅણુવ્રતનો અંગીકાર કરી શ્રાવકધર્મ પાળવા લાગ્યું. એકદા તે પાછે પિતાના શુદ્ધ