________________
૪૦૬
સૂરયાભિ પરે ભાવથીજી
[શ્રા. વિ.
મનવાળા દાસ્તાની સાથે ફરતાં ફરતાં રાલ’ખલાલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શાલા જોતા તે ક્રીડાપવત ઉપર ગયા. ત્યાં કુમારે દ્વિવ્યરૂપ અને દ્વિવ્યવેષ ધારણ કરનારૂ' તથા દિવ્ય ગાયન કરી રહેલુ એક કિન્નર જોડલુ જોયુ, તે બન્નેનુ મુખ ઘેાડા જેવુ' અને બાકીના શરીરના તમામ ભાગ માણસ સરખા, એવુ કોઈ દિવસે ન જોએલુ સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જો એ માણસ અથવા દેવતા હાય ! એનું મુખ ઘેાડા જેવું કેમ હાય? માટે એ માણસ નથી,અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલ કોઈ દેવતાનું વાહન હશે” તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું. “હે કુમાર ! તું કુકલ્પના કરીને મ્હારી ફેાગટ વિડ`ખના શું કરવા કરે છે? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હુ વ્યંતરદેવ છું પણ તું માત્ર તિર્યંચ સરખા છે, કારણ કે, હારા પિતાએ તને દેવતાએને પણ ન મળી શકે એવી એક દિવ્યવસ્તુથી નાકરની માફક દૂર રાખ્યા છે. અરે કુમાર ! સમરાંધકાર નામના નીલવણુ ધારણકરનારા ઉત્તમ ઘેાડા દ્ઘારા પિતાને કોઈ દૂર દ્વીપમાં પૂર્વે મળ્યા. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનારા, હલકા કાનના, ઠેકાણાવગરના, પગેપગે દ'ડ કરનારા અને ક્રોધી હાય છે, તેમ તે અશ્વ પણ કૃશ અને વાંકામુખને ટૂંકાકાનને ધારણકરનારા, બહુજચપળ, સ્કંધને વિષે એડીરૂપ ચિહ્ન ધારણકરનારા અને પ્રહાર ન ખમી શકે એવા છે. આ રીતે ખરાબ રાજા