________________
૪૦૪] એમ દાનાદિક ચાર, સુણે. (૫) [શ્રા. લિ. ની પાંચ માસના પર્યાયવાળા ચંદ્ર-સૂર્યની, છમાસના પર્યાયવાળા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસના પર્યાયવાળા સનસ્કુમાર તથા મહેન્દ્ર દેવતાની, આઠમાસ સુધી પાળનારા બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવમાસ સુધી પાળનારા શુકવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશમા સુધી પાળનારા આનત આદિ ચારદેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆરમાસ સુધી પાળનારા પ્રવેયકવાસી દેવતાની તથા બારમાસ સુધી સંયમ પાળનારા અનુત્તરપપાતિક દેવતાના સુખને અતિક છે.
જે માણસ સંતેષી નથી તેને ઘણાં ચક્રવર્તિ રાજથી, અખૂટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનોથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુબૂમ ચકવતી, કેણિક રાજ, મમ્મણ શેઠ, હાસા-મહાસાને પતિ વગેરે મનુષ્ય સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા.કેમકે–અભયકુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતેષી એવા ચક્રવતીને તથા ઇંદ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જેનારા સર્વે દરિદ્ર થાય છે; પણ નીચે નીચે જેનારા ક્યા માણસની હેટાઈ વૃદ્ધિ ન પામી ? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતેષને સાધવાને અર્થે તું પિતાની ઈચ્છામાફક ધન-ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણ કર નિયમપૂર્વક લેશમાત્ર ધર્મ આચર્યો હોય, તો પણ તેથી પાર વિનાનું ફળ મળે છે, પરંતુ નિયમ લીધા વિના ઘણે ધર્મ આચર્યો હોય તે પણ તેથી સ્વલ્પમાત્ર ફળ મળે છે જુઓ! કૂવામાં સ્વલ્પમાત્ર ઝરણું હોય છે, તે પણ તે નિયમિત હોવાથી તેનું જળ કેઈકાળે ખૂટતું નથી, અને