________________
દ્ધિ. કૃ.] ૬૮૧
[૪૦૩
સ્વ બારમું ગેહિનેજી, સુપાત્રદાન,પરિગ્રહપરિમાણુ પર રત્નસારનુ સૌંપત્તિના મ્હોટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી, તેમાં સમરસિહ એવું યથા નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતા હતા. માઠી અવસ્થામાં આવી પડેલા લેકનાં દુ:ખાને હરણ કરનારા વસુસાર નામના એક ચ્હાટા ધનાઢય વ્યાપારી ત્યાં રહેતા હતા. તેની વસુધરા નામે સ્ત્રી હતી. તેમને રત્ન સરખા ઉત્કૃષ્ટ ગુણાને ધારણ કરનાર રત્નસાર નામે પુત્ર હતા. તે એક વખતે પેાતાના દસ્તા સાથે વનમાં ગયે. વિચક્ષણુ રત્નસારે ત્યાં વિનયધર આચાય ને જોઈ વંદન કરી તેમને પૂછ્યું કે, “હે મહારાજ! આલેાકમાં પણ સુખ શી રીતે મળે છે?” આચાર્ય શ્રીએ કહ્યું, “હે દક્ષ! જીવ સતાષની વૃદ્ધિ રાખવાથી આ લેાકમાં સુખી થાય છે; પરંતુ ખીજી કોઈરીતે નથી થતા. સતાષ દેશથી’ અને સર્વથી એવા બે પ્રકારના છે. તેમાં દેશ સંષથી ગૃહસ્થ પુરુષોને સુખ મળે છે. પરિગ્રહપરિણામ વ્રતના અગીકારથી ગૃહસ્થ પુરુષોને દેશથી સંતાષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણુ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સ થી સતેાષની વૃદ્ધિ તે મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારૂ' સુખ આલેાકમાં જ મળે છે. ભગવતીમાં કહ્યુ છે—એક માસના દીક્ષાપર્યાંયવાળા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધપરિણામથી વાશુન્ય તરની, એમાસના દીક્ષાપર્યાયવાળા ભવનપતિની, ત્રણ માસના દીક્ષાપર્યાયવાળા અસુરકુમારની, ચારમાસના પર્યાયવાળા જ્યાતિષી