________________
૪૨ દ્રવ્ય સ્તવનુરે સાર, [શ્રા. વિ. સમૃદ્ધિ થાય છે, તથા ચકવત્તિ વગેરેની પદવી અને અંતે થોડા સમયમાં જ મોક્ષ સુખને લાભ થાય છે. કહ્યું છે કે, અભયદાન. સુપાત્રદાન, અનુકંપાદાન, ૪ઉચિતદાન અને કીર્તિદાન. એમ દાનના પાંચ પ્રકાર છે તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભેગ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભેગ-સુખદિક મળે છે. સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે, ઉત્તમપાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારે મિથ્યાદષ્ટિ કરતાં એક બારવ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારે બારવ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્વજ્ઞાની ઉત્તમ છે. તત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, હેટી શ્રધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણુ પુણ્યથી મેળવાય છે.
૧અનાદર, ૨વિલંબ કપરાં મુખપણું, *કડવું વચન અને પપશ્ચાત્તાપ એ પાંચવાનાં શુદ્ધદાનને પણ દૂષિત કરે છે. ૧ભ્રમર ઊંચી ચઢાવવી, દષ્ટિ ઊંચી કરવી, અંતવૃત્તિરાખવી,કપરાં મુખ થવું, "મૌનકરવું અને કાળવિલંબ કરે, એ છ પ્રકારને નાકારે કહેવાય છે. આંખમાં આનંદનાં આંસુ, શરીરનાં રૂવાટાં ઊંચાં થવાં, બહુમાન, પ્રિય વચન અને અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે –