________________
હિ. કૃ] વલી તિહાં ફલ દાખિયું, [૪ળ મુનિરાજ કયાંયથી પધારે તે હું કૃતાર્થ થાઉં” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જેવું. કેમકે જે વસ્તુ મુનિરાજને ન અપાઈ, તે વસ્તુ કેઈપણ રીતે સુશ્રાવક ભક્ષણ કરતા નથી, માટે ભેજનને અવસર આવે દ્વારતરફ નજર રાખવી. મુનિરાજને નિર્વાહ બીજી રીતે થતો હોય તે અશુઆહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી, પરંતુ દુભિક્ષ આદિ હોવાથી જે નિર્વાહ ન થતું હોય તો આતુરના દૃષ્ટાંતથી તે જ આહાર બંનેને હિતકારી છે. તેમજ વિહારથી થાકી ગએલા, ગ્લાન થએલા, લેચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરપારણાને વિષે દાન આપ્યું હોય, તો તે દાનથી બહુફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવા આહાર જેને જે ગ્ય હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ અને ભષજ્ય એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણ કરવી? તથા ગોચરી શી રીતે વહેરાવવી? ઈત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિકમણુ-વૃત્તિથી જાણી લેવી. એ સુપાત્રદાન જ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
કહ્યું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનું દેશકાળ, શ્રદ્ધા , સત્કાર અને કમ સાચવીને પરમભક્તિએ પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ મુનિરાજને દાન આપવું, તેજ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભેગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની
શ્રા. ૨૬