________________
૩૮૨] જે અવસરે વરતે શુભ ધ્યાન (©) [શ્રા. વિ. ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષો ઉચિત આચરણ છોડતા નથી, જગતના ગુરૂ એવા તીર્થકર પણ ગૃહુથપણમાં માતાપિતાના સંબંધમાં અદ્ભુત્થાન (હાટા પુરૂષ આવે ત્યારે આદરથી ઉભું રહેવું) વગેરે કરે છે. આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. - અવસ્ટોચિત વચનથી થતે લાભ: અવસરે કહેલા રોગ્ય વચનથી ઘણો લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરેડ મૂલ્યના મતીના ભરેલા છ મૂડા, એકેક તેલમાં ચૌદ ભાર જેટલે એવા ધનના બત્રીશ કુંભ, શંગારના રત્નજડિત કોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રોને રાજ-પિતામહ એ બિરૂદ, કોડ દ્રવ્ય, વીશ સારા જાતિવંત અશ્વ વગેરે ઋધિ આપી. ત્યારે આખંડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ વ્યાધિ યાચકજનેને આપી. એ વાતની રાજા પાસે કેઈએ ચાડી ખાધી, ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ કોધથી આંબડ મંત્રીને કહ્યું કે, “કેમ તું હારા કરતાં પણ વધારે દાન આપે છે?” આંબડે કહ્યું “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તે અઢાર દેશના ધણી છે, એમાં આપ તરફથી પિતાજીને કોઈ અવિનય થએલો ગણાય?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈને આંબડને રાજ. પુત્ર એ કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં બમણી