________________
દિ, કૃ] જે કારણ જિનગુણ બહનાન, ૩૮૧] ઘેર ભિક્ષાને અર્થે આવે છે તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે છે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તે પણ આવેલાનું
ગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આચાર : ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેને જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનદિકના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે ગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લેકીને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરે દુઃખી લોકે. ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સવંદશનીઓને સમ્મત છે. લૌકિક આચરણ કરવાનું કારણ એ છે કે-જે માણસ ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લેકેત્તર પુરૂષની સૂક્ષમ બુધ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માથી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું. ગુણ ઉપર અનુરાગ રાખવે, દેષને વિષે મધ્યસ્થપણું" રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં. લક્ષણ છે. સમુદ્ર પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતે.