________________
દે નવ વઢાવે મુનિને,
[3ર0
ઃઃ
* **] પેાતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકી નહી, તેમજ પેાતાના મિત્રને હાથે દ્રવ્ય માકલવુ પશુ નહી; કારણ કે-“અવિશ્વાસ ધનનુ મૂલ છે અને વિશ્વાસ અનનુ મૂલ છે.'' કહ્યુ' છે કે-વિશ્વાસુ તથા અવિશ્વાસ અને માણુસા ઉપર વિશ્વાસ ન રાખવા, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થએલા ભય મૂળથી નાશ કરે છે. એવા કાણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હાય તે તેને લેભ ન કરે ? કહ્યું છે કે-શેઠ પાતાના ઘરમાં કેાઈની થાપણ આવી પડે ત્યારે તે પેાતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે જો એ થાપણના સ્વામી શીઘ્ર મરણ પામે તે તને માનેલી વસ્તુ આપીશ.” વળી એમ પણ કહ્યુ` છે કે-ધન અનનુ' મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થના નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની પેઠે રક્ષણ કરવું. આ પર કથા. ૬. ૬૪ ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત-ધનેશ્વર નામે એક શેઠ હતા. તેણે પાતાના ઘરમાંની સ` સાર વસ્તુ એકઠી કરી તેનુ રોકડું નાણું કરી એકેકના ક્રોડક્રોડ સાનૈયા દામ ઉપજે, એવાં આ રત્ન વેચાતાં લીધાં, અને કાઈ ન જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયેા. ત્યાં બહુ કાળ રહ્યા પછી ધ્રુવના યાગથી એચિંતી શરીરે માંદગી થઈ અને મરણ પામ્યા. કહ્યું છે કે-પુરુષ મનમાં કાંઈ ચિંતવે છે અને દૈવયેાગથી કાંઈ જુદું' જ થાય છે. અ`તસમયે પાસે સ્વજન સંબધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્યનુ સ્વરૂપ પૂછ્યું. ત્યારે
શ્રા. ૨૧