________________
૩ર૦] મારગ શુદ્ધ પ્રરૂપે; [શ્રા. વિ. '
હેતા લોકો એકત્ર થાય, તે પણ તેમનાથી તે થઈ શકે. નહીં, સોયનું કાર્ય સાયજ કરી શકે, પણ તે ખગ્ન આદિ. શસ્ત્રોથી થાય નહીં, તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહીં તેમજ કહ્યું છે કે-તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લેટું, સય. ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પિતાનું કાર્ય પિતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં. દજને સાથે કેવી રીતે વર્તવુ-દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે મિત્રને શુદ્ધ મનથી, બાંધને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લેકોને દાક્ષિણ્યતાથી વશ કરવા. કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષને પણ અગ્રેસર કરવા. કેમકે-કઈ સ્થળે બળ પુરુષને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે સ્વીકાર્ય સાધવું. રસને ચાખનારી જિહુવા કલહ, કલેશ કરવામાં નિપુણ એવા દાંતને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતું નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય. પ્રીતિ હેાય ત્યાં લેણ દેણ ન કરવી-જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મત્રી. કરવાની ઈચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરે અને પોતાની પ્રતિષ્ઠાને ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. તેમનીતિને વિષે પણ કહ્યું છે કે-જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહિ.