________________
૨૮૬] ઈન્દ્રીય વૃષભ નવિ નાથે તુજ. (૭૧) [શ્રા. વિ. છે, અને યાચક તે રૂ કરતાં પણ હલકે છે, પવન કેમ ઉડાડીને લઈ જતે નથી? કારણ કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું યાચકને લઈ જઉં તે મારી પાસે પણ એ કાંઈક માગશે. રેગી, ઘણાકાળ સુધી પ્રવાસ કરનાર, રેજ પરઅન્ન ખાનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. ભિક્ષાથી નિર્વાહ કરનારો નિષ્કાળજી, બહુખાનારે, આળસુ અને ઘણીનિદ્રા લેનાર હોવાથી જગતમાં તદ્દન નકામે થાય છે. કહ્યું છે કેડોઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે હોટું ઘાલ્યું ત્યારે ઘણા કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મહોઢું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ દે આવવાથી આ નકામે થઈ ન પડે, માટે મને બહુ દિલગીરી થાય છે.”
ભિક્ષાનાં ત્રણભેદ-શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ૧ સર્વસંપત્કરી, ૨ પૌરૂષદની અને ૩ વૃત્તિભિક્ષા. આ ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ૧ ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને યાજજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપત્કરી કહેવાય છે. જે પુરુષ પંચમહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવદ્ય આરંભ કરનારા સાધુની પૌરુષની કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનારે તે મૂઢસાધુ, શરીરે પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ