________________
દિ, કJ નિજ ગુણ પર અવગુણુ લવે, રિ૮ તે કામ ઉપર ઉપરી માણસ માગવે. સુત્રોવ કે આ રીતે. રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જ કરવી, એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એ હું કઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં પણ મિથ્યાત્વ મોહિત મતિવાલે રાજા કે ચકવતી ન થાઉ, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમક્તિના પશ્ચિખાણમાં “વિત્તીકતારેણું” એ આગાર રાખે છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પિતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કેઈ પ્રકારે થડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તે. મિથ્યાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે, કેમકે-હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુકલેકોની માતા સમાન છે, મુનિરાજની તે કપલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે. કેમકે માણસ જ્યાં સુધી “આપ” એમ બોલે નહીં, એટલે માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજજા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજીવસ્તુથી હલકું