________________
૨૪]
વેગે પુર પંથ; [શ્રા. વિ. વસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે. ગાજતે પરણાવ્યા. મહામહે કલહ ન થવું જોઈએ એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સેનૈયા. જેટલો ભાગ વહેંચી આપી અને પુત્રને જુદા રાખ્યા, અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે સ્વર્ગે ગયે. હવે કર્મસાર પોતાના સગાનું વચન ન માનતાં પિતાની કુબુદ્ધિથી એવા વ્યાપાર કરવા લાગ્યો છે, જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર કોડ સેનૈયા તે ચરેએ ખાતર પાડીને લૂંટી લીધા. બન્ને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પિતાને પિયર ગઈ કહ્યું છે કે- કે ધનવંતની સાથે પિતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે, અને કોઈ નિર્ધન સાથે ખરેખર અને નજીકનું સગપણ હોય તે કહેતાં પણ શરમાય છે, ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના કે તજી દે છે અને ધનવાન પુરુ
નાં ગીત ગાય છે. “તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છે.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજજા પામીને તે બને ભાઈ દેશાંતર ગયા. - બીજે કાંઈ ઉપાય ન હોવાથી બન્ને જણે કઈ મોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યો હતે, તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલે. પગાર પણ આપે નહીં. ફલાણે દિવસે આપીશ.” એમ