________________
.
'દિ. ] માગ તેમ શિવ લહેછે, રે, વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણી વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યારે તે થોડા ઘણુ પૈસા ભેગા કંર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂત લકે તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠી આની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રેહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધીની શોધખોળ વગેરે કૃત્યે તેણે મોટા આરંભથી અગીઆર વાર કર્યો, તે પણ પિતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકે નહીં. ઊલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુખે ભેગવવાં પડયાં. પુણ્યસારે તે અવિઆર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખાયું. છેવટે બંને જણે બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાંની ભક્ત જિનેને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, “તમે બન્ને ભાગ્યશાલી નથી.” દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠી. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગે ત્યારે પુણ્યસારે કહ્યું “ભાઈ ખેદ કરીશ નહીં.' આ ચિંતામણિ રત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢયારાત્રે શ્રા. ૧૫