________________
૧૭૦] શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, [શ્રા. વિ. કરવું” એ વિધિને વિષેજ પક્ષપાત રાખે છે. જેમને વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાને વેગ મળી આવે છે, તે પુરૂષ તથા વિધિપક્ષની આરાધના કરનારા, વિધિપક્ષને બહુમાન આપનારા, વિધિપક્ષને દેષ ન દેનારા પુરૂષને પણ ધન્ય છે. આસન્નસિદિધ છેનેજ વિધિથી ધર્માનુષ્ઠાન કરવાને સદાય પરિણામ થાય છે. તથા ભેજન, શયન, બેસવું, આવવું, જવું, બેલિવું ઈત્યાદિ ક્રિયા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવ વિગેરેને વિષે વિધિથી કરી હોય તે ફળવાળી થાય છે, નહીં તે અલ્પ ફળવાળી થાય છે.” ૬. ૯ અવિધિથી અ૫લાભ થાય છે તે ઉપર કથા
કેઈ બે માણસોએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. તેથી સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ તેમને અદ્દભૂત પ્રભાવવાળા તુંબી ફળનાં બીજ આપ્યાં. તેને સવ આસ્રાય પણ કહ્યો. તે આ રીતે –“સો વાર ખેડેલા ખેતરમાં તડકો ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને વેગ હેય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઈને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડીને તે જ ખેતરમાં બાળવી. તેની રાખ એક ગદિયાણા ભાર લઈ ચોસઠ ગદિયાણા ભાર તાંબામાં નાંખી દેવી. તેથી સે ટચનું સુવર્ણ થાય.” એવી સિદ્ધ પુરૂષની શિખામણ લઈને તે બને જણા ઘેર આવ્યા. તેમાં એક જણાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સો ટચનું સોનું થયું. બીજાએ વિધિમાં કાંઈક કસુર કરી તેથી રૂડું થયું માટે સર્વ કાર્યમાં વિધિ થાય તે સંપૂર્ણ ફળ મળે છે. અને અવિધિથી ક્રિયા