________________
દિ. કૃ] રહે તે સુખ સાધે છે શુ. (૪૨) [૧૬૯ મેળવી મૃગાવવાનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રદ્યોત રાજાને દેખાડયું. પછી મૃગાવતીની માગણી કરવા માટે ચંડuતે કૌશાંબી નગરીએ દૂત મોકલ્યો. તેને ધિક્કાર કરેલ જેઈ ચંડપ્રદ્યોતે કૌશાંબી નગરીને લશ્કરથી ચારેબાજૂએ વીટી લીધું. છેવટે શતાનિક રાજા મરી ગયો, ત્યારે મૃગાવતીએ ચડપ્રદ્યોતને કહેવરાવ્યું કે, “ ઉજજયિનીથી ઇટો મંગાવીને કટ કરાવ, અને નગરમાં અન્ન તથા ઘાસ ઘણું ભરી રાખવાનું કર. પછી તારું ઇચ્છિત થશે તે પ્રમાણે ચંડપ્રદ્યોત કરે છે એટલામાં વીર ભગવાન સમવસર્યા. ભિલના પૂછવાથી ભગવાને કહે ? રાતે સંબંધ સાંભળી મૃગાવતી રાણી અને ચંડપ્રદ્યોતની અંગારવતી પ્રમુખ આઠ રાણીઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
આ ઉપરથી “ અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં ?' એવા વિરૂદ, પક્ષની કપના ન કરવી. કહ્યું છે કે –“અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારૂં, એ વચન સિદ્ધાંત વિરુદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણ આચાર્યો કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત લાગે છે, અને અવિધિએ કરે તે ડું લાગે છે. માટે ધર્માનુષ્ઠાન હમેશાં કરવું જોઈએ અને તે કરતાં સર્વ શક્તિથી વિધિ સાચવવાની યતના રાખવી. એમ કરવું એજ શ્રદ્ધાવંત છનું લક્ષણ છે. કહ્યું છે કે –“શ્રદ્ધાવંત અને શક્તિમાન પુરૂષ વિધિથી જ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત દ્રવ્યાદિક દોષ લાગે તે પણ તે “ વિધિથીજ