________________
ધરે જે નવ માયા;
[૧૭૧ કરી હોય તે અલ્પ ફળ મળે છે પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. અંગપૂજાદિ ત્રણ તથા દ્રવ્યસ્તવનું ફળ “પહેલી અંગપૂજા વિઘની શાંતિ કરનારી છે, બીજી અગ્રપૂજા અસ્પૃદય કરનારી છે, અને ત્રીજી ભાવપૂજા નિર્વાણની સાધક છે. એવી રીતે ત્રણે પૂજાએ નામ પ્રમાણે ફળ આપનારી છે.” પૂર્વ કહેલી અંગપૂજા, અગ્રપૂજા, ચૈત્ય કરાવવાં, જિનબિંબની સ્થાપના કરાવવી, અને તીર્થયાત્રા કરવી ઈત્યાદિ સર્વ દ્રવ્યસ્તવ જાણવું. કહ્યું છે કે –“જિનમંદિરનું નિર્માપન જિનબિંબની પ્રતિષ્ઠા, યાત્રા, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સૂત્રમાં કહેલી વિધિ માફક કરવું. અને આ યાત્રા આદિ સર્વ દ્રવ્યસ્તવ છે. કારણ કે, દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે.” “જે પૂજા દરજ પરિપૂર્ણ પણે કરી શકાય નહીં, તે છેવટે અક્ષતપૂજા અને દીપક પૂજા કરવી. જળનું એક બિંદુ મહાસમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. કેઈ ભવ્ય જીવે આ જિન પૂજારૂપ બીજથી આ સંસારરૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભેગ ભેળવીને મેક્ષ પામ્યા છે.” “પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ. દયાન થાય છે, શુભ ધ્યાનથી મુક્તિ પામે છે અને મુક્તિ પામવાથી નિરાબાધ સુખ થાય છે.” - પુષ્પાદિકથી પૂજા કરવી, જિનાજ્ઞાનું પાલન, દેવદ્રવ્યનું રક્ષણ, ઉત્સવ કરવા અને તીર્થયાત્રા કરવી એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ કહી છે.