________________
૧૬] દાન હરણાદિ પરજંતુને, [શ્રા. વિ.
અહિં મનુષ્ય કરે છે, એ ઈહલેકનું પણ ફળ જાણવું. આ પ્રમાણે સ્નાત્રવિધિ છે. કેવી પ્રતિમાની પૂજા કરવી?
પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથને વિષે આ રીતે કહી છે –
કેટલાક આચાર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લેઓએ કરાવેલી પ્રતિમાની બીજા કેટલાક આચાર્યો પોતે કરાવેલી પ્રતિષ્ઠાપૂર્વકની પ્રતિમાની તથા બીજા વળી વિધિથી કરાવેલી પ્રતિમાની પૂર્વોક્ત પૂજાવિધિ કરવી એમ કહે છે પણ વાસ્તવિક વસ્તુ તે એ છે કે, બાપ દાદાએ કરાવેલી જ પ્રતિમા પૂજવી એ આગ્રહ નિરૂપયેગી છે. “મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે તેથી “આ તીર્થકર છે.” એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે એમ ન કરતા પિતાના કદાગ્રહથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે તે, દુરંત સંસારમાં રખડે છે. હવે અહિં કઈ શંકા કરે છે કે સર્વ પ્રતિમા પૂજવામાં તે અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાનો પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનની આજ્ઞા ભંગ કર્યાને દોષ આવી પડે, તેને જવાબ આપતાં કહે છે કે એ કુતર્ક ન કરે. કારણ કે આગમ વચન હોવાથી અનિધિકૃત પ્રતિમાના પૂજનમાં પણ દોષ લાગતું નથી. શ્રી કલ્પભાષ્યમાં છે છે કે–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિ