________________
. કૃ.]
&
ન દિએ છતિ વિના પોતે;
[૧૯
આગળ કપૂરના દીવો પ્રજ્વલિત કરીને અશ્ર્વમેઘનુ પુણ્ય
પામે, તથા કુળના પણ ઉદ્ધાર કરે.'
•
અહિં “મુદ્દાif” ઇત્યાદિ ગાથાઓ હરીભદ્ર. સુરીજીની કરેલી હશે એવુ અનુમાન થાય છે. કારણુ કે, તેમના રચેલા સમરાદ્રિત્યચરિત્રના આર‘ભમાં જીવન માં वा ” એવો નમસ્કાર દેખાય છે. આ ગાથાઓ તપાગચ્છ આદિ ગચ્છામાં પ્રસિદ્ધ છે માટે અહિં બધી લખી નથી. સ્નાત્રમાંની ભિન્નસ્તંભન્ન ાિયથી વ્યામાહ ન કરવા
સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાનમાં સામાચારીના ભેદથી ભિન્નભિન્ન વિધિ દેખાય છે, તા પણ તેથી ભવ્ય જીવે મનમાં તવિક ન કરવો. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ રૂપ ફળજ સાધવાનું છે. ગણધરોની સામાચારીમાં પણ ભેદ હોય છે, માટે જે જે આચરણાથી ધર્માદ્ધિકને વિરોધ ન આવે અને અરિહંતની ભક્તિની પુષ્ટિ થાય તે તે આચરણા કાઈ ને પણ ના ખુલ નથી એજ ન્યાય સર્વે ધર્માંકૃત્યામાં જાણવો. આ પૂજાના અધિકારમાં લવણુ આરતી આદિનુ ઉતારવુ. સ`પ્રદાયથી સવ ગચ્છમાં એક બીજાની દેખા દેખીથી કરાતુ' દેખાય છે. શ્રી જિનપ્રભસૂરિએ કરેલા પૂજાવિધિમાંતે એવી રીતે કહ્યુ` છે કે—પાદલિપ્તસૂરિ પ્રમુખ પૂર્વાચાર્યાએ લવણુાદિકનું ઉત્તારણ સાધારણથી કરવાની અનુજ્ઞા આપી છે, તે। હાલ તે એક બીજા પછી કરાવવાની પ્રવૃત્તિ છે.
સ્નાત્ર કરતાં સર્વ પ્રકારની સવિસ્તારથી પૂજા કરનારા ચાસઠ ઈદ્ર તથા તેના સામાનિક દેવતા આદિનુ અનુકરણ