________________
દિ. કૃ] કર્તા પર પરિણામને, [૧૪૩ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી જે બળીદેવાય છે તે પણ અન્નથી જ થાય છે. ૬. ૧૭ નૈવેદ્યપૂજાના ફળ ઉપર ખેડુતનું દૃષ્ટાંત.
એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડુતે એ નિયમ લીધે હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભેજન કરીશ. કેટલાક કાળ પિતાના દઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નેવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભજનને સમય થઈ
વાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડુત પિતાના દઢ નિયમથી ચલે નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બેલવા લાગ્યું કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.”
સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાને સ્વયંવર મંડપ હતું, તેથી તે ખેડુત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરાએ તેનેજ વર્યો, તેથી ઘણું રાજાએ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકમાં પણ કહેવાય છેકે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે, અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.” નિવેદ્ય, આરતી આદિ સર્વ કરવાનું આગમમાં જણાવેલ છે. આવશ્યક નિર્યક્તમાં કહ્યું છે કે “બલિ કરાય છે” ઈત્યાદિ નિશીથને વિષે પણ કહ્યું છે કે