________________
૧૪૨ કર્તા શુદ્ધ સ્વભાવના નય શુદ્ધે કહીએ ! [શ્રા, વિ, આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા. તેમજ વિવિધ પ્રકારનાં ભાત પ્રમુખ રાંધેલાં અશન, સાકરનુ પાણી, ગાળનુ પાણી વિગેરે પાન, પકવાન ફળાદિક ખામિ, તખેઠળ પાનના ખીડાં પ્રમુખ સ્વાદિમ, એમ ચાર પ્રકારના આડાર પવિત્ર હાય તે દરરાજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગેાશીષ ચંદ્નનના રસ કરી પંચાંગુલીના મડળ તથા ફૂલના પગર ભરવા, આરતી ઉતારવી, મંગળ દીપક કરવા, એ સર્વે અત્રપૂજામાં ગણાય છે. ભાષ્યમાં કહેલ છે કેઃ-ગાયન કરવું, નાટક કરવું, વાંજિત્ર વગાડવાં, લુગુ ઉતારવું, પાણી ઉતારવું', આરતી ઉતારવી, દીવા કરવા એવી જે કરણીએ છે તે સ અગ્રપૂજામાં ગણાય છે. નૈવેદ્યપૂજા રાજનિજ ઘેરરાંધેલા અન્નથી પણ કરાય. નૈવેદ્યપૂજા દરરેાજ કરવી, કેમકે, એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલુ અન્ન આખા જગતનું જીવન હેાવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે, એટલાજ માટે વનવાસથી આવીને શ્રી રામચ’દ્રજીએ પેાતાના મહાજનને અન્નનુ કુશળપશુ પૂછ્યું'. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભાજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેદ્યથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સ`ભળાય છે કે આગીયા વતાળ દરરેાજના સા સુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદ્વિત્યને વશ થયા હતા. ભૂત-પ્રેતાદિક પર રાંધેલા ખીર, ખીચડા, વડા પ્રમુખનાં ભાજન કરવા માટેજ ઉત્તારામાં યાચના કરે છે. તેમજ