________________
૧૪] બેઉ કિરિયા ગ્રહીએ આ (૩૬) [શ્રા. વિતે પછી પ્રભાવતીરાણીએ બલિ ધૂપદીપ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાન સ્વામીની પ્રતિમા હોય તે પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કૂહાડે નાંખે તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી શોભિત ભગવંતની પ્રતિમા જોવામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે–બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અન્ન) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કેરાં વસ્ત્ર પ્રમુખનું ભેટશું કરે છે. બ્રહત કલપને વિષે પણ કહ્યું છે કેઆ તીર્થકરે સાધુઓના સાધર્મિક નથી. સાધુ અર્થે કરેલે આહાર સાધુને જ્યારે કપે નહિ ત્યારે પ્રતિમા માટે કરેલ નવેધ તે સાધુને કપેજ કયાંથી? શ્રીપાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા પ્રાલતમાંથી ઉદ્વરેલી પ્રતિષ્ઠાપદ્ધતિને વિષે કહ્યું છે કે – “આરતિ ઉતારી મંગલદીવો કરે પછી ચાર સ્ત્રીઓએ મળી નિમ્પંછણ નેવેદ્ય પ્રમુખ વિધિ માફક કરવું.” મહાનિશીથને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે –“અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પ્રમાર્જન, વિલેપન, વિવિધ પ્રકારનું નૈવેદ્ય વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદરપૂર્વક પૂજા પ્રતિદિન કરવાથી તીર્થની ઉન્નતિ કરાયા છે.” દૈતિ અગ્રપૂજા. હવે ભાવપૂજા વિષે કહે છે-જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારને નિષધ આવે છે, એવી ત્રીજી નિતર કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ